મીરાબાઈને બે-કરોડનું ઈનામ; મેન્સ-હોકી ટીમે સ્પેનને હરાવ્યું

નવી દિલ્હી/ટોક્યોઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટોક્યો ઓલિમ્પિક્સમાં વેઈટલિફ્ટિંગની રમતમાં સિલ્વર મેડલ જીતનાર સૈખોમ મીરાબાઈ ચાનૂનું ગઈ કાલે અહીં સમ્માન કરીને એને માટે રૂ. બે કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. મીરાબાઈ ભારતીય રેલવેની કર્મચારી છે. રેલવે પ્રધાને મીરાબાઈને નોર્થઈસ્ટ ફ્રન્ટીયર રેલવેમાં તેની નોકરીમાં બઢતી આપવાની પણ જાહેરાત કરી છે.

ભારતીય મેન્સ હોકી ટીમનો સ્પેન પર વિજય

ટોક્યોમાં, મનપ્રીતસિંહની આગેવાની હેઠળની ભારતીય હોકી ટીમે ગ્રુપ-Aમાં આજે સ્પેન ઉપર 3-0થી ઝમકદાર વિજય હાંસલ કર્યો છે. પૂર્વેની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે થયેલા 1-7ના શરમજનક પરાજય બાદ પોતાનો દેખાવ સુધારીને ભારતીય ટીમે વિજય અંકે કર્યો છે. રૂપિન્દરપાલ સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે સિમરનજીતે એક ગોલ કર્યો હતો. રૂપિન્દરપાલ સિંહે પહેલા હાફમાં પેનલ્ટી સ્ટ્રોક દ્વારા ગોલ કર્યો હતો અને ત્યારબાદ ચોથા હાફમાં ફિલ્ડ ગોલ કર્યો હતો. સિમરનજીતે ટીમનો પ્રારંભિક ગોલ કર્યો હતો.

Tokyo Insights: Manpreet’s team needs to pull up its socks

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]