ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સે 50,000-ડોલર દાનમાં આપ્યા

કોલકાતાઃ ઓસ્ટ્રેલિયા અને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ઓલરાઉન્ડર પેટ કમિન્સ પણ કોરોનાવાઈરસ બીમારીના બીજા મોજામાં સંઘર્ષ કરી રહેલા ભારતની મદદે આવ્યો છે અને પીએમ-કેર્સ ફંડમાં 50 હજાર ડોલર દાનમાં આપ્યા છે.

ભારતની હોસ્પિટલો કોરોના દર્દીઓ માટે ઓક્સિજન માટેની સાધનસામગ્રીઓ ખરીદી કરી શકે એ માટે તેમને મદદરૂપ થવવા માટે કમિન્સે આ મદદ કરી છે અને તેની જાણ એણે પોતાના ટ્વિટર હેન્ડલ પર કરી છે. તેણે આઈપીએલમાં રમતાં એના સાથી ખેલાડીઓને પણ અપીલ કરી છે કે તેઓ આગળ આવે અને આ કાર્ય માટે દાન કરે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે એવી આશા વ્યક્ત કરી છે કે કમિન્સે જે રકમ દાનમાં આપી છે એ ભારતમાં કોરોનાના વધી રહેલા કેસોના સંકટ વચ્ચે કોઈકને ઉપયોગી થશે.