કચ્છના લખપત, નખત્રાણામાં કરાં સાથે કમોસમી વરસાદ

ભૂજઃ ચૈત્રમાં અષાઢ જેવો માહોલ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ધૂળની આંધી અને આકરી ગરમી વચ્ચે કચ્છના લખપત અને નખત્રાણામાં વરસાદ પડ્યો છે. લખપતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડ્યો છે, જ્યારે નખત્રાણાના કેટલાક વિસ્તારો પણ ઝરમર વરસાદ વરસ્યો છે.

છેલ્લા બે દિવસથી જામનગર, કાલાવડ, જામજોધપુર, ધ્રોલ પંથકનાં કેટલાંક ગામડાઓમાં ગઇ કાલે આકાશમાંથી કરા સાથે ઝાપટા પડયા હતા, જામજોધપુરમા 8 મિમી વરસાદ નોંધાયો હતો, આ કમોસમી વરસાદને કારણે તલ, જી, ઘઉં, રાય, મરચા, કેરી સહિતના ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ગઈ કાલે બપોરના ચાર વાગ્યા બાદ એકાએક ગાજવીજ સાથે જામનગરથી 20 કિમી દૂર ખાનકોટડા, ખંઢેરા, મોટી માટલી, રણુજા, ભંગડા, બાંગા, મતવા, ધુતારપર, ગુડવદર અને સુમરી ગામમાં ભારે ઝાપટા સાથે બરફનાં કરાં પડ્યા હતા અને ખેતરોમાં પાણી ભરાયાં હતાં..

જામજોધપુરમા બે દિવસ પહેલાં પણ ઝાપટાં પડ્યાં હતાં અને ગઇ કાલે આજુબાજુના પંથકમા 8 મિમી વરસાદ પડયો હતો આ માવઠાને કારણે ઉનાળુ પાકને ભારે નુકસન થયુ છે અને મોટી ગોપમા જોરદાર ઝાપટાને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે.

ધ્રોલ પંથકમાં પણ ગઇ કાલે કેટલાક વિસ્તારોમાં કરા સાથે જોરદાર ઝાપટાં પડ્યાં હતાં, ધ્રોલ નજીક આવેલા ભંગડાવાડી વિસ્તાર અને માણેકપર રોડ ઉપર પણ ઝાપટાં પડ્યાં હતાં.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]