નાગપુરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ચાર-મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે. આ બંને દેશ વચ્ચેની ટેસ્ટશ્રેણીને બોર્ડર-ગાવસકર ટ્રોફી નામ આપવામાં આવ્યું છે.
સીરિઝ થતા પૂર્વે બંને દેશના મળીને ચાર ધુરંધર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આમાં સૌથી મોટી સમસ્યા ઓસ્ટ્રેલિયાને થઈ છે. તેના ત્રણ ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને ડાબા હાથમાં ઈજા થઈ છે. બેટર કેમેરન ગ્રીનને જમણા હાથમાં ઈજા થઈ છે.
અન્ય ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને ટેન્ડન (સ્નાયૂ)માં પીડાની સમસ્યા છે.
ભારતનો મધ્યમ ક્રમનો બેટર શ્રેયસ ઐયર પીઠના દુખાવામાંથી સાજો થઈ શક્યો નથી. તે પહેલી ટેસ્ટમાં રમી શકવાનો નથી.