નવી દિલ્હીઃ ICC T20 2021 વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. એ મેચમાં જે જીતશે, એ ટીમ સેમી-ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરશે. ભારત માટે આ મેચ ખૂબ મહત્ત્વની છે, પણ વેપારીઓની નજર પણ આજની મેચમાં ચોંટેલી છે. જો આજની મેચ ભારત હારશે તો સ્પોન્સર્સ કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડશે.
આ સાથે સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાને પણ કરોડોનું નુકસાન થશે, કેમ કે કેટલીય જાહેરાત બંધ થઈ જશે. T20 ક્રિકેટ વર્લ્ડ કપને બ્રોડકાસ્ટ કરવાનો અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાની પાસે છે. ટીમ ઇન્ડિયા જો ન્યુ ઝીલેન્ડ સામે હારશે તો સ્ટારની ટીવી ચેનલો અને હોટસ્ટાર પર થનારી પ્રસારણથી કમાણીમાં આંચકો લાગશે, કેમ કે ભારતીય ક્રિકેટપ્રેમીઓની ટુર્નામેન્ટમાં ઓછો રસ દર્શાવશે.
સ્ટાર એન્ડ ડિઝની ઇન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ માટે રૂ. 1200 કરોડની જાહેરાતોનો સોદો કર્યો છે. એ પાછલા T20 વર્લ્ડ કપની તુલનાએ ત્રણ ગણો છે. એક અહેવાલ મુજબ સ્ટારને જાહેરાતોમાં જગ્યા આપવા માટે વિવિધ બ્રાન્ડ્સથી ટીવી પર પ્રતિ 10 સેકન્ડના સ્લોટ માટે રૂ. 9-9.5 લાખ મળે છે.
સ્ટારને સ્પોર્ટ્સ માટે રૂ. 900 કરોડ અને ડિઝની પ્લસ હોટસ્ટાર માટે રૂ. 250-270 કરોડની જાહેરાતનો સોદો છે. પ્રેઝન્ટિંગ સ્પોન્સર્સને જાહેરાત માટે પ્રતિ સેકન્ડ 150 સેકન્ડ મળે છે, જ્યારે એસોસિયેટ સ્પોન્સર્સને પ્રતિ મેચ માટે 90 સેકન્ડ મળે છે.