નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે, જેનાથી સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના એક લાખ કેસ આવી રહ્યા છે, જેનાથી કેન્દ્ર-રાજ્યોના ટેન્શન વધી રહ્યું છે. કોરોના સંક્રમણ દરમ્યાન નવ એપ્રિલથી IPLની 14મી સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે.
કોરોનાના સંક્રમણને જોતાં ભારતીય બેન્ડમિન્ટન સંઘ (BAI)એ બધી સ્થાનિક ટુર્નામેન્ટને સ્થગિત કરી દીધી છે. BAI ભારતભરમાં કોરોનાના વધતા કેસોને જોતાં ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં બધી સ્થાનિક ટુર્નામેન્ટને સ્થગિત કરવાનો નિર્ણય લેવા મજબૂર છે. સિંઘાનિયાના જણાવ્યા મુજબ સ્થાનિક આયોજનો માટે 2000થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે.
સ્થાનિક ટુર્નામેન્ટ્સનું આયોજન બેંગલુરુ અને હૈદરાબાદમાં થવાનું હતું, પણ આ બધી જગ્યાએ કોરોનાના વધતા કેસોને કારણે સંઘે બધા રાજ્યના સંઘો અને હિતધારકોથી વાત કરતા અખિલ ભારતીય રેન્કિંગ આયોજનો પર હાલમાં પ્રતિબંધનો નિર્ણય કર્યો છે.
હવે સવાલ ઊભો થાય છે કે IPLનું આયોજન પણ સ્તગિત થશે? IPLની પહેલી મેચ નવ એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જેને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહરાષ્ટ્ર સરકારે કોરોનાના બચાવને લઈને સખતાઈ શરૂ કરી છે, પણ IPLને એનાથી બહાર રાખી છે.
MCAએ સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે IPLની પહેલી મેચ મુંબઈમાં ભારે સાવધાનીની વચ્ચે રમાશે. BCCIદ્વારા હજી સુધી IPL પર પ્રતિબંધને લઈને કોઈ એલાન નથી થયું. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને બેંગલોરની વચ્ચે વાનખેડેમાં રમાશે, જેને લઈને ક્રિકેટરો નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે.