નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને ઇતિહાસ રચતાં T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. બંગલાદેશને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ આઠ રનોથી હરાવીને અફઘાનિસ્તાન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. અફઘાનિસ્તાનની જીત સાથે ઓસ્ટ્રેલિયાનું સેમી ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થયું છે. અફઘાનિસ્તાને સૌપ્રથમ વાર T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચ્યું છે.
ICC મેન્સ ટી20 વર્લ્ડકપ 2024માં સુપર આઠ તબક્કાની છેલ્લી મેચમાં બંગલાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બંગલાદેશને આઠ રને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 27મીએ અફઘાનિસ્તાન ત્રિનિદાદમાં સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
𝐖𝐇𝐀𝐓 𝐀 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 𝐅𝐎𝐑 🇦🇫
Afghanistan are through to the #T20WorldCup 2024 semi-final 👏 pic.twitter.com/wugQg90R0I
— ICC (@ICC) June 25, 2024
બંગલાદેશને આ મેચ જીતવા માટે 116 (DLS)નો ટાર્ગેટ હતો, પરંતુ નવીન ઉલ હકે સતત 2 વિકેટ લઈને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. આ જ મેચમાં કેપ્ટન રાશિદ ખાને 4 વિકેટ લઈને બંગલાદેશની કમર તોડી નાખી હતી.
બંગલાદેશની ટીમ બહાર
સેમી ફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને 12.1 ઓવરમાં 116 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટે 115 રન બનાવ્યા હતા. અફઘાન ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝે 10.4 ઓવરમાં 54 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ગુરબાઝ અને ઝદરાન પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. લેગ સ્પિનર રિશાદ હુસૈને ઝદરાનને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. શરૂઆતની ભાગીદારી તૂટ્યા બાદ અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. અઝમતુલ્લા ઉમરઝાઈ (10), ગુલબદ્દીન નાયબ (4) અને મોહમ્મદ નબી (1)એ બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.