લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7 મી મે રોજ યોજાશે. તો બીજી બાજુ આજે પાંચમાં તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. જેમાં કોંગ્રેસ અમેઠી બેઠકને લઈ અસમનજશમાં હતી. જેના પર આજે સ્પષ્ટતા મળતા કોંગ્રેસે ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિસોરી લાલ શર્માને મેદાને ઉતાર્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેઠી બેઠક પર 2014માં સ્મૃતિ ઈરાને રાહુલ ગાંધીએ માત આપી હતી. તો 2019માં એ જ સીટ સ્મૃતિ ઈરાનીએ પાસો ફેરવી નાખ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસના ગાંધી પરિવારની પારિવારીક બેઠક પર કિસોરી લાલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
કોણ છે કિસોરી લાલ શર્મા?
કે એલ શર્મા મૂળ લુધિયાણાના છે. તેઓ લાંબા સમયથી ગાંધી પરિવારની નજીક છે. અમેઠી અને રાયબરેલીમાં તેઓ ચૂંટણી રણનીતિ બનાવવાનું અને તેને અમલ કરવાનું કામ કરી રહ્યા છે. 1983ની આસપાસ રાજીવ ગાંધી તેમને પહેલીવાર અમેઠી લાવ્યા ત્યારથી તે અહીં જ રહે છે. કિશોરી લાલ અને કેપ્ટન સતીશ શર્મા સાથે મળીને કામ સંભાળતા હતા. તેમજ કેપ્ટન સતીશ શર્મા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી બંને મિત્રો હતા. આથી કેપ્ટન શર્મા દ્વારા જ કિશોરી લાલ રાજીવ ગાંધીના સંપર્કમાં આવ્યા હતા. કિશોરીલાલ નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજકની નોકરી છોડીને કેપ્ટન સતીશ શર્મા સાથે અમેઠી આવ્યા. રાજીવ ગાંધી જ્યારે અમેઠીના સાંસદ હતા ત્યારે કિશોરી લાલ કેપ્ટન શર્મા સાથે તેમનું કામ જોતા હતા.1991માં રાજીવ ગાંધીના અવસાન પછી પણ જ્યારે ગાંધી પરિવારે અહીંથી ચૂંટણી લડવાનું બંધ કર્યું ત્યારે પણ શર્માએ કોંગ્રેસ પાર્ટીના સાંસદ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેણે શીલા કૌલ અને સતીશ શર્માનું કામ પણ જોયું. કિશોરી લાલ શર્મા બિહાર કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે. તેમને વ્યૂહરચના-કુશળ અને સંગઠનાત્મક નેતા ગણવામાં આવે છે.
2004માં જ્યારે સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ બન્યા ત્યારે પણ કિશોરી લાલે સાંસદ પ્રતિનિધિની જવાબદારી સંભાળી હતી. તેમજ સોનિયા ગાંધીની ગેરહાજરીમાં પણ તેમણે ઓફિસમાં આવનાર દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને શક્ય એટલી મદદ પૂરી પાડી હતી. ત્યાર પછીની ચૂંટણીઓમાં, તેમના કાર્યક્ષમ સંચાલનને કારણે જ સોનિયાને પ્રચંડ જીત મળી હતી.