સ્કૂલ સુરક્ષિત નથી તો શિક્ષણના અધિકારનો અર્થ શો?: HC

મુંબઈઃ મહારાષ્ટ્રના બદલાપુરની એક સ્કૂલમાં બે બાળકોની સાથે યૌન ઉત્પીડનની ઘટના પર બોમ્બે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જો સ્કૂલ પણ સુરક્ષિત નથી, ત્યારે શિક્ષણના અધિકાર વિશે વાત કરવાનો શો અર્થ? ગયા સપ્તાહે સ્કૂલમાં આશરે ચાર વર્ષની બાળકીઓનું યૌન ઉત્પીડન થયું હતું. આ ઘટનાની માહિતી સામે આવતાં લોકોમાં ભારે આક્રોશ હતો. આ ઘટનાની વિરુદ્ધ લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હાઇકોર્ટે આ ઘટનાની સ્વયંમ માહિતી લેતાં સુનાવણી કરી હતી. કોર્ટે પોલીસ અને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે કહ્યું હતું કે આ કેવી સ્થિતિ છ. , જે બહુ ચોંકાવનારી છે. કોર્ટે સવાલ કર્યો હતો કે બાળકીઓનું ઉત્પીડનની ફરિયાદ સ્કૂલના જવાબદાર લોકોએ કરી હતી. એના પર કોર્ટે જણાવ્યું હતું કે બાળકીઓએ એની ફરિયાદ કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે તો શું તમે પોક્સો હેઠળ કોઈ કેસ નોંધ્યો છે?

આ સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે બાળકીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધા પગલાં લેવામાં આવશે અને SIT કોઈ કસર નહીં છોડે અને આ કેસને ઝડપથી આગળ વધારશે. કોર્ટે રાજ્ય સરકાર પાસે સોગંદનામું માગ્યું છે, જેમાં કેસને SITને સોંપતા પહેલાં બદલાપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું વિવરણ હોય. આ મામલે આગામી સુનાવણી 27 ઓગસ્ટે થશે.