વેક્સિન ડિપ્લોમસી, વેક્સિન મૈત્રીઃ ભારતે ચીનને હરાવ્યું

નવી દિલ્હીઃ જાગતિક મહાબીમારી કોરોના વાઈરસ સામેની લડાઈમાં કેટલાક નાના પડોશી દેશોને મદદ કરવાના આપેલા વચનનું ભારત પાલન કરી રહ્યું છે. ભારત સરકાર તરફથી માલદીવ, ભૂટાન અને બાંગલાદેશને કોવિશીલ્ડ કોરોના રસીના લાખોની સંખ્યામાં ડોઝ ગિફ્ટમાં મોકલવામાં આવ્યા છે. પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશીલ્ડ રસીના લાખો ડોઝ એર ઈન્ડિયાના વિશેષ વિમાન દ્વારા આજે મળી ગયા બાદ ભૂટાન અને માલદીવની સરકારોએ ભારતનો આભાર માન્યો છે. ભારત સરકારે ભૂટાનને 15 લાખ, માલદીવને 10 લાખ અને બાંગ્લાદેશને 20 લાખ કોવિશીલ્ડ ડોઝ મોકલ્યા છે. નેપાળને ભારત તરફથી કોરોના રસીના 10 લાખ ડોઝ આવતીકાલે પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારત દુનિયામાં રોગવિરોધી રસીઓનું સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દુનિયાના દેશોમાં જેટલી રસીઓ બનાવવામાં આવે છે એની 60 ટકા જેટલી ભારતમાં બને છે. ભારત દર વર્ષે 150થી વધારે દેશોને દોઢ અબજથી વધારે રસીના ડોઝ પૂરા પાડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આને સમર્થન આપ્યું છે. રસી-મુત્સદ્દીગીરી અને રસી-મૈત્રીની બાબતમાં ભારતે ચીનને પણ પાછળ રાખી દીધું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]