નવી દિલ્હીઃ દક્ષિણ ભારતમાં કોરોના સંક્રમણનો ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણના કેટલાય સ્ટ્રેન રાજ્યોમાં ફેલાઈ રહ્યા છે. બીજી બાજુ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ડબલ મ્યુટન્ટવાળા કોરોના સ્ટ્રેન દક્ષિણ ભારતમાં ઝડપથી પ્રસરી રહ્યો છે.
આ વાઇરસનો B.1.617 સ્વરૂપ દક્ષિણ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને N440નું સ્વરૂપની જગ્યા મોટી કરી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ આ મ્યુટન્ટ માટે ચિંતા વ્યક્ત કરી છે. આ સંબંધમાં સીસીએમબીના ભૂતપૂર્વ ડિરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું હતું કે ડબલ મ્યુટન્ટવાળું સ્વરૂપ હવે કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ફેલાઈ ચૂક્યો છે.
કોરોના વાઇરસ સતત ફેલાવા વિશે શોધ કરતાં માલૂમ પડ્યું હતું કે આ વર્ષે આશરે 5000 સ્વરૂપોના વ્યાપક વિશ્લેષણ પછી સીસીએમબીને માલૂમ પડ્યું હતું કે N440નાં અન્ય સ્વરૂપોના મુકાબલે દક્ષિણી રાજ્યોમાં ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિક દિવ્યા તેજ સોપાતીએ જણાવ્યું હતું કે દક્ષિણી રાજ્યોમાં B.1.617 સ્વરૂપ ઝડપથી N440ની જગ્યા લઈ રહ્યો છે.
તેમણે સોશિયલ મિડિયામાં આ સંબંધે લખ્યું હતું કે ભારતમાં કોરોનાની બીજી લહેરમાં N440 એટલો અસરકારક નથી. પહેલી લહેર અને એના પછી દક્ષિણ ભારતમાં N440નું સ્વરૂપ ચિંતાનો વિષય છે. હાલનો ડેટા દર્શાવે છે કે B.1.617. N440ની જગ્યા લઈ રહ્યો છે.
