નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રમાં મંગળવારે કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપને બહાને વડા પ્રધાન મોદી પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે બજેટ સત્રમાં ભાષણના પ્રારંભે ભારત જોડો યાત્રાથી કરી હતી અને એનો અંત અદાણીનું નામ લઈને PM મોદી પર સીધો હુમલો કર્યો હતો.
Lok Sabha Speaker Om Birla and Rahul Ghandi.તેમણે સંસદમાં ભારત જોડો યાત્રાથી જોડાયેલા અનુભવ શેર કરતાં કહ્યું હતું કે લોકોએ મને તેમની સમસ્યાઓ જણાવી હતી અને એ સવાલ પણ કર્યો હતો કે અદાણી આટલા ઓછા સમયમાં આટલો સારો વેપાર કેવી રીતે કરવા લાગ્યા છે. તેમનો વડા પ્રધાન મોદી સાથે શો સંબંધ છે.બજેટ સત્રમાં તેમણે કહ્યું હતું કે યાત્રામાં યુવાઓએ અમને કહ્યું હતું કે પહેલાં અમને પહેલાં સર્વિસ અને પેન્શન મળતા હતા, પણ હવે અમને ચાર વર્ષ પછી કાઢી મૂકવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે અમને લાગે છે કે અગ્નિવીર યોજના અમારાથી નહીં પણ RSSથી આવી છે અને એને આર્મી પર થોપવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે આજે પગપાળા યાત્રા કરવાની પરંપરા ખતમ થઈ ગઈ છે. અમે હજ્જારો લોકોની સાથે વાત કરી વડીલોથી અને મહિલાઓથી વાત કરી. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં શ્રીમંત લોકોની યાદીમાં અદાણી 2014માં 609મા ક્રમાંકે હતા, પણ જાદુ થયું અને તેઓ બીજા ક્રમાંકે આવી ગયા. અદાણી માટે એરપોર્ટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો.