જયપુરઃ રાજસ્થાન ચૂંટણીમાં ફરી એક વાર કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ખરાખરીનો ખેલ થશે. ગઈ વખતે કોંગ્રેસે બાજી જીતી હતી, પરંતુ ભાજપે ભારે ટક્કર આપી હતી. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનનો ટ્રેન્ડ રહ્યો છે, જેથી ભાજપ ઉત્સાહમાં છે. અહીંની ચૂંટણીમાં જનતાનું એક પ્રકારે ફિક્સિંગ કરે છે. રાજ્યમાં કેટલીય એવી સીટો છે, જ્યાં કેટલાંય સમીકરણ બદલાય તો પણ જીત સતત એક જ પાર્ટીની થાય છે.
રાજ્યમાં 60 એવી સીટો છે, જ્યાં ભાજપની જ જીત થઈ રહી છે, જ્યારે 21 વિધાનસભાની ચૂંટણી એવી છે, જ્યાં કોંગ્રેસનો શાનદાર દેખાવ રહ્યો છે. એટલે કે 81 સીટો પર જનતાનું એક અલગ પ્રકારનું ફિક્સિંગ ચાલી રહ્યું છે. 60 સીટો પરથી ભાજપને કોઈ હટાવી શકે છે અને 21 સીટો પરથી કોંગ્રેસને દૂર કરી શકે છે.
વાસ્તવમાં 81 સીટો પર ફિક્સિંગ પછી બાકીની 119 સીટો જ અસલી હાર-જતનું કારણ બને છે. આ 119 સીટો પરથી રાજ્યમાં કોણ સત્તાનાં સૂત્રો સંભાળશે, એ નક્કી થાય છે.
કોંગ્રેસ દાવો કરી રહી છે કે આ વખતે સત્તા પરિવર્તન નહીં થાય અને જનતા ફરીથી તેની સરકાર ચૂંટશે. આ પ્રકારે ભાજપ પ્રચંડ બહુમતી હાંસલ કરવાનો દાવો કરે છે. ચૂંટણીમાં કોઈ એક પાર્ટીની લહેર સારાં સમીકરણ બદલી નાખશે. એ 119 સીટોમાંથી વધુ કઈ પાર્ટીને વધુ બેઠકો મળે છે, એ જોવું રહ્યું.