Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National EDને રેપિડો ડ્રાઇવરના ખાતામાં મળ્યા રૂ. 331 કરોડ
  • News
  • National

EDને રેપિડો ડ્રાઇવરના ખાતામાં મળ્યા રૂ. 331 કરોડ

November 29, 2025
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ કેબ એપ રેપિડોમાં બાઈક ચલાવતા એક રાઇડરના બેંક ખાતામાં કેન્દ્રીય તપાસ એજન્સી EDને કુલ રૂ. 331 કરોડની જમા રકમ મળી આવી છે. કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસની તપાસમાં આ માહિતી સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ખબર પડી છે કે માત્ર આઠ મહિનામાં ડ્રાઇવરના ખાતામાં રૂ. 331 કરોડથી વધુ રૂપિયા જમા થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ રૂપિયા ગેરકાયદે બેટિંગ નેટવર્ક સાથે જોડાયેલા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર 1xBet ઓનલાઇન બેટિંગ કેસમાં મની ટ્રેલ ટ્રેક કરતા રેપિડો ડ્રાઇવરનું ખાતું સામે આવ્યું. હાલ રેપિડોની તરફથી આ મુદ્દે કોઈ પ્રતિસાદ આવ્યો નથી.

    બે રૂમના ઘરે રહેતા વ્યક્તિના ખાતામાં મળ્યા રૂ. 331 કરોડ

    EDનું કહેવું છે કે 19 ઓગસ્ટ, 2024થી 16 એપ્રિલ, 2025 વચ્ચે રેપિડો બાઈક ટેક્સી ડ્રાઇવરનાં બેંક ખાતામાં કુલ  રૂ. 331.36 કરોડ જમા થયા. આટલા બધા રૂપિયા જોઈને EDએ બેંક રેકોર્ડમાં દર્શાવેલા સરનામે દરોડા પાડ્યા હતા. ત્યાં EDએ જાણ્યું હતું કે જેને નામે ખાતું છે તે વ્યક્તિ દિલ્હીમાં સામાન્ય કોલોનીમાં બે રૂમના ઘરમાં રહે છે અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા દિવસભર બાઈક ટેક્સી ચલાવે છે.

    ખાસ વાત એ છે કે આ ખાતામાં જમા થયેલા પૈસામાંથી રૂ. 1 કરોડથી પણ વધુ રૂપિયા ઉદયપુરના એક લક્ઝરી હોટેલમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ માટે ખર્ચવામાં આવ્યા હતા. આ લગ્ન ગુજરાતના એક યુવા રાજનેતા સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે, જેમને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવે એવી શક્યતા છે. તપાસ દરમિયાન રેપિડો ડ્રાઇવરે ED અધિકારીઓને જણાવ્યું હતું કે તેને આ લેવડદેવડ વિશે કોઈ જાણકારી નથી, તેમજ તે દુલ્હા–દુલ્હન અથવા તેમના પરિવારને ઓળખતો પણ નથી.

    • TAGS
    • 1xBet
    • Bank Account
    • Betting
    • Bike rider
    • Deposit
    • ED
    • illegal
    • Investigation Agency
    • money
    • money laundering
    • Network. Discover
    • Raid
    • Rapido
    • records
    • Response
    • Taxi Driver
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleકોમનવેલ્થ ગેમ્સના પગલે તંત્ર એક્શનમાં, મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન
      Next articleએક્ટર શ્રેયસ તલપડે,આલોક નાથ સહિત 46 લોકો પર FIR દાખલ
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      PM કૌશલ વિકાસ યોજનામાં અનેક ગેરરીતિઓનો CAGનો ખુલાસો

      સુરેશ રૈના અને શિખર ધવન સામે EDની મોટી કાર્યવાહી

      સટ્ટાબાજી એપઃ શિખર ધવન પણ EDના રડાર પર

      Recent Posts

      • મુંબઈ: બોરીવલીમાં પુસ્તકમેળા સાથે સર્જક ગોષ્ઠિનું આયોજન
      • અદાણી જૂથ કામદારોના કલ્યાણ માટે મુન્દ્રામાં બનાવશે ક્લાઉડ કિચન
      • EDએ ઇકબાલ મિર્ચીની 700 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત
      • આજથી રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ
      • દારૂ પીને વિધાનસભામાં પહોંચ્યા CM માનઃ અકાલી દળનો આરોપ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa