પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણે શહેરમાં 32.2 કિ.મી. લાંબી મેટ્રો રેલવેના પ્રોજેક્ટના 12 કિ.મી.ના પટ્ટા પર ટ્રેનસેવાનો શુભારંભ કરાવ્યો હતો.
આ યોજનાનું ભૂમિપૂજન વડા પ્રધાન મોદીએ જ 2016ની 24 ડિસેમ્બરે કર્યું હતું. આ પ્રોજેક્ટ રૂ. 11,400 કરોડના ખર્ચનો છે. પુણે મેટ્રો દેશનો પહેલો પ્રોજેક્ટ છે જેમાં ટ્રેનના ડબ્બાઓ એલ્યુમિનિયમની બોડીવાળા અને મેક ઈન ઈન્ડિયા સંકલ્પ અંતર્ગત દેશમાં જ દેશી ટેક્નોલોજી વડે બનાવવામાં આવ્યા છે.
વડા પ્રધાન મોદીએ ટ્રેનનું ઉદઘાટન કર્યા બાદ ટિકિટબારી પરથી પોતાની ટિકિટ કઢાવીને શાળામાં ભણતાં વિદ્યાર્થીઓની સાથે બેસીને ટ્રેનની સફર પણ કરી હતી. એમણે ગરવારે કોલેજથી આનંદનગર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સફર કરી હતી.
(તસવીર સૌજન્યઃ @PIB_India)