PM મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસની આબરૂના લીરેલીરા કર્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો છે. એ દરમ્યાન તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે રાજ્યસભામાં નેહરુનો પત્ર પણ વાંચ્યો હતો. રાહુલ ગાંધી પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે દે કોંગ્રેસના નેતાની કોઈ ગેરન્ટી નથી, એ મોદીની ગેરંટી પર સવાલ ઊભા કરી રહ્યા છે.

કોંગ્રેસે આતંકવાદ અને અલગાવવાદને પોતાના હિતમાં વધવા દીધા હતા. પાર્ટીએ દેશની બહુ મોટી જમીન દુશ્મનોને હવાલ કરી દીધી હતી. કોંગ્રેસના રાજમાં નક્સલવાદ દેશ માટે મોટ પડકાર હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને ટાંકતાં તેમણે કહ્યું હતું કે’ટેક્સ કલેક્શનમાં ભ્રષ્ટાચાર થાય છે, એટલા માટે GST લાવવો જોઈએ. રાશન યોજનામાં લીકેજ છે, જેનાથી દેશના ગરીબ સૌથી વધુ પીડિત છે. તેને રોકવા માટે ઉપાય શોધવા પડશે. જે રીતે સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે તેના પર શંકા જાય છે.’

આ પહેલા એમના જ ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું હતું કે એક રૂપિયો મોકલીએ છીએ, 15 પૈસા પહોંચે છે. કોંગ્રેસ અસમંજસમાં રહી કે ઉદ્યોગ જરૂરી છે કે કૃષિ. કોંગ્રેસ નક્કી ના કરી શકી કે રાષ્ટ્રીયકરણ જરૂરી છે કે ખાનગીકરણ. કોંગ્રેસ 10 વર્ષમાં ભારતીય અર્થતંત્રને 12 ક્મથી 11મા ક્રમાંકે લઈ આવી, જ્યારે અમે 10 વર્ષોમાં અર્થતંત્રને પાંચ ક્રમે લઈ આવ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ચૂંટણીમાં આ વખતે ભાજપ સતત 400થી વધુના સીટ જીતવાના દાવા કરી રહ્યો હતો. પરંતુ મોદીએ  સંસદમાં 370 બેઠકો પર જીતનો દાવો કરીને ભાજપ માટે લક્ષ્ય રાખ્યું છે.