બજેટમાં મધ્યમ વર્ગ, ગરીબોને કંઈ આપ્યું નથીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટને ‘ઝીરો-સમ બજેટ’ તરીકે ઓળખાવ્યું છે અને કહ્યું છે કે આ બજેટમાં પગારદાર લોકો, મધ્યમ વર્ગનાં લોકો અને ગરીબ વર્ગનાં લોકોને કોઈ રાહત આપવામાં આવી નથી.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે આ વખતના બજેટમાં યુવા વ્યક્તિઓ, ખેડૂતો તેમજ માઈક્રો, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને લાભ થાય એવું કંઈ જ આપવામાં આવ્યું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]