નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) સંસ્થાએ જાણકારી આપી છે કે તાજેતરની વિગતો પરથી એવો નિર્દેશ મળતો નથી કે દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીની ચોથી લહેર શરૂ થઈ ગઈ છે.
ઉક્ત સંસ્થાના એડિશનલ ડાયરેક્ટર જનરલ સમીરન પાંડાએ કહ્યું છે કે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં હાલ જે ઉછાળો આવ્યો છે એને ચેપી રોગચાળાની ચોથી લહેર તરીકે ગણાવી શકાય નહીં. નવા કેસોની સંખ્યામાં વધારો જિલ્લાઓના સ્તરે જોવા મળ્યો છે તેથી એમ ન કહી શકાય કે આખા દેશમાં બીમારીની ચોથી લહેર ફરી વળી છે.
