MNSના ‘હનુમાન ચાલીસા’ પઠન-કાર્યક્રમમાં વીએચપી ભાગ નહીં-લે

નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે આવતી 3 મેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોની બહાર લાઉડસ્પીકરો પર હનુમાન ચાલીસા વગાડવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ યોજેલા કાર્યક્રમમાં તે ભાગ નહીં લે.

વીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું છે કે મનસેના કાર્યક્રમમાં વીએચપીના જોડાવા વિશેનો અહેવાલ ખોટો છે.  વીએચપી બિનરાજકીય સંસ્થા છે અને તેણે કે બજરંગ દળે ક્યારેય રાજકીય પક્ષોના કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો નથી. અમે હનુમાન ચાલીસાનું પઠન અમારી રીતે કરીએ જ છીએ અને એમ કરવાનું ચાલુ રાખીશું.