નવી દિલ્હીઃ પુણેની એક કોર્ટે અંધવિશ્વાસની વિરુદ્ધ લડાઈ લડતા કાર્યકર્તા ડો. નરેન્દ્ર દાભોલકરના હત્યાકાંડ સંદર્ભે બે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. એ સાથે કોર્ટે ત્રણ આરોપીઓને છોડી મૂક્યા છે. દાભોલકરની 20 ઓગસ્ટ, 2013એ પુણેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે બાઇકસવાર હુમલાખોરોએ તેમને ગોળી મારી હતી. આ હત્યાકાંડની તપાસ પહેલાં પુણે પોલીસ અને ત્યાર બાદ CBIને સોંપવામાં આવી હતી.
દાભોલકર અનેક વર્ષોથી સમિતિ ચલાવી રહ્યા હતા. તેમણે અંધવિશ્વાસ ઉન્મૂલનથી સંબંધિત પુસ્તક પણ વિવિધ પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું અને અને કાર્યશાળાનું પણ આયોજન કર્યું હતું. આ હત્યા પછી ઘણી બબાલ થઈ હતી.દાભોલકર હત્યાકાંડમાં પુણેની કોર્ટે ઘટનાના 11 વર્ષ પછી ચુકાદો આપ્યો છે. પુણેની ખાસ CBI કોર્ટે આરોપી સચિન અંદુરે અને શરદ કાલસ્કરને આ હત્યાકાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને આજીવન કેદની સજા સંભળાવી હતી. દાભોલકરની પુત્રી અને પુત્રએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પોલીસે CBIને કેસ સોંપ્યો હતો.
લગભગ નવ વર્ષ પછી 2021ની 15 ડિસેમ્બરે પૂણે સ્પેશિયલ કોર્ટે દાભોલકર હત્યાકાંડના પાંચેય આરોપીઓ સામે આરોપ નક્કી કરી નાખ્યા હતા. ડો. વીરેન્દ્રસિંહ તાવડે, સચિન અંદુરે, શરદ કળસકર અને વિક્રમ ભાવે પર યુએપીએ હેઠળ હત્યાનો, ગુનાહિત ષડ્યંત્ર રચવાનો તથા શસ્ત્ર અધિનિયમ સંબંધી ધારાઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા, જ્યારે સંજીવ પુનાળેકર પર આઈપીસીની કલમ 201 (પુરાવા નષ્ટ કરવા કે ખોટી માહિતી આપવી) મુજબ આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં આ પાંચેય આરોપીઓએ કોર્ટમાં ગુનો કબૂલ કરવાનો ઇનકાર કર્યો હતો.પાંચેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા પછી ખરા અર્થમાં ખટલો 2021માં શરૂ થયો હતો, તેમાં લગભગ 20 સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં.