અનલોકઃ મહારાષ્ટ્રમાં 20મીથી કોલેજો, યુનિવર્સિટીઓ ફરી શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે અમુક નિયંત્રણો હેઠળ 20 ઓક્ટોબરથી રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ઉદય સામંતે કહ્યું છે કે વિદ્યાર્થીઓ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરી હાજરી આપી શકશે, પરંતુ એ શરતે કે એમણે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા હોવા જોઈએ. તમામ નોન-એગ્રિકલ્ચરલ કોલેજો, રાજ્ય સરકાર સંચાલિત યુનિવર્સિટીઓ, સેલ્ફ-ફાઈનાન્સ્ડ યુનિવર્સિટીઓ અને તેમને સંલગ્ન કોલેજો 20 ઓક્ટોબરથી શારીરિક સ્તરે વર્ગો ફરી શરૂ કરી શકે છે. શિક્ષકો તેમજ બિન-શિક્ષક કર્મચારીઓએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા હોવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ગઈ 4 ઓક્ટોબરથી શાળાઓમાં 5-12 ધોરણના વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ગો કોરોના રોગચાળાના ફેલાવાને કારણે દોઢ વર્ષથી બંધ હતા. મહારાષ્ટ્રમાં ગઈ કાલે કોરોનાના નવા 2,219 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાનાં દર્દીઓની કુલ સંખ્યા થઈ છે 65,83,896. ગઈ કાલે 49 મૃત્યુ સાથે કુલ મરણાંક થયો છે 1,39,670.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]