નવી દિલ્હીઃ ભારતીય યાત્રીઓ ટ્રેનમાં આવતા-જતા હંમેશાં બસ અને ફ્લાઇટની તુલનાએ વધુ સામાન લઈ જતા હોય છે. જોકે હવે વધારાનો સામાન દેખાશે તો ટિકિટચેકર તમારી પર દંડ પર લગાવી શકે છે. વળી, ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ત્રણ ચીજવસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે. જો TTને તપાસ દરમ્યાન માલૂમ પડ્યું તો સીધી જેલ થઈ શકે અને ભારે દંડ પર ચૂકવવો પડી શકે. આવો જાણીએ એ ચીજવસ્તુઓ કઈ છે, જેના પર પ્રતિબંધ છે.
ટ્રેનમાં તેજાબની બોટલ લઈ જવા પર પ્રતિબંધ છે. જો કોઈ યાત્રી તેજાબ સાથે પકડાશે તો રેલવેના કાયદાની કલમ 164 મુજબ તેની તત્કાળ ધરપકડ થઈ શકે. આ ઉપરાંત રૂ. 1000નો દંડ અથવા ત્રણ વર્ષની કેદની સજા થઈ શકે. અન્ય જગ્યે રહીને કામ કરતા લોકો ઘરવાપસી દરમ્યાન પોતાના સ્ટવ અને સિલિન્ડરને પણ સથે લઈ જાય છે. રેલવે કાયદા મુજબ ટ્રેનમાં ગેસ સિલિન્ડર અને સ્ટવને લઈ જવા ગેરકાયદે છે. જો આવું કરવા પર પકડાઈ જવાય તો ભારે દંડ ભરવો પડે છે.
આ સાથે ટ્રેનોમાં ફટાકડા પર લઈ જવા પર પ્રતિબંધ છે. ફટાકડાના વિસ્ફોટથી ટ્રેનમાં આગ અને જાનહોનિની શક્યતા રહે છે. જોકોઈ વ્યક્તિની પાસે ફટાકડા પકડાય તો તેની સામે આકરી કાર્યવાહી થી શકે. તેને ભારે દંડ પણ લાગી શકે અને જેલની સજા પણ થઈ શકે છે. આ ઉપરાંત ટ્રેનમાં ગેરકાયદે હથિયારો- તલવાર, ચાકુ, ભાલા કે બંદૂક રાખવા પણ ગુનો છે. જો વ્યક્તિની પાસે હથિયારો પકડવામાં આવે તો એ વ્યક્તિ સામે સખત કાર્યવાહી થઈ શકે છે.