નવી દિલ્હીઃ ગુજરાત રાજ્યમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં આજે જાહેર કરાયેલા પરિણામોમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવી દીધો છે અને ઝળહળતો વિજય હાંસલ કરીને પોતાની સત્તા જાળવી રાખી છે. (આજે સાંજે 7.30 વાગ્યે પ્રાપ્ત આંકડા મુજબ)
ભાજપના આ વિજય બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપપ્રમુખ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આનંદ વ્યક્ત કર્યો છે અને ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. મોદીએ ગુજરાતી અને અંગ્રેજી, બંને ભાષામાં ટ્વીટ કર્યા છે.
શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
Results of the Nagar Palika, Taluka Panchayat and District Panchayat polls across Gujarat give a crystal clear message- Gujarat is firmly with the BJP’s agenda of development and good governance. I bow to the people of Gujarat for the unwavering faith and affection towards BJP.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
मैं स्थानीय निकाय चुनावों में विकास और विश्वास की प्रतीक 'भाजपा' में पुनः विश्वास प्रकट करने के लिए गुजरात की जनता को हृदय से धन्यवाद देता हूं। इस अभूतपूर्व जीत के लिए प्रदेश अध्यक्ष श्री @CRPaatil, मुख्यमंत्री श्री @vijayrupanibjp व सभी ऊर्जावान कार्यकर्ताओं को मेरी बधाई।
— Jagat Prakash Nadda (@JPNadda) March 2, 2021
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું.
આ ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી @vijayrupanibjp જી, @Nitinbhai_Patel જી, @CRPaatil જી અને કાર્યકર્તાઓને અભિનંદન.
— Amit Shah (@AmitShah) March 2, 2021
આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે.
મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારો દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે.
— Amit Shah (@AmitShah) March 2, 2021