ફડણવીસને CM બનાવવાની માગ, ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન આગળ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતોની ગણતરી સવારથી શરૂ છે. અહીંનાં ભાજપ, CM એકનાથ શિંદે અને અજિત પવારના સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન આગળ છે, જ્યારે કોંગ્રેસ અને શિવસેના UBT અને NCP SPવાળા મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધન પાછળ ચાલુ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર સરેરાશ 65 ટકાથી વધુ મતદાન થયું હતું. મહારાષ્ટ્રનાં ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને 210 બહુમતી મળી છે. ભાજપ અને સાથી પક્ષો 200 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 128 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 53 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 36 બેઠકો પર જીત મેળવવામાં છે. બીજી તરફ MVAમાં સામેલ કોંગ્રેસે 19 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 20 અને એનસીપી (શરદ પવાર)એ 13 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને 210 બહુમતી મળી ગઈ છે. ભાજપ અને સાથી પક્ષો 200 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદ પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત થતાં સોશિયલ મીડિયા પર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી છે. નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર દેવેન્દ્ર ફડણવીસ 12402 મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે.

ઝારખંડમાં શરૂઆતના વલણમાં કોંગ્રેસ-JMM ગઠબંધનની સરકાર 49 બેઠક જ્યારે NDA 27 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અન્ય 5 પર આગળ ચાલી રહ્યા છે.