વિવાદઃ હું હજી પણ કામ માટે પૈસા આપું છુ, કોંગ્રેસી વિધાનસભ્ય

બેંગલુરુઃ ભાજપે કર્ણાટકની સિદ્ધારમૈયાની સરકાર પર તીખો હુમલો કર્યો છે. ભાજપે શ્રૃંગેરીના વિધાનસભ્ય ટીડી રાજેગૌડાના એક નિવેદનને લઈને કોંગ્રેસ સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસના વિધાનસભ્ય મારે મારું કામ કરાવવા માટે અત્યારે પણ પૈસા આપવા પડે છે. ભાજપે X  પર કહ્યું છે કે આ ભ્રષ્ટાચારીઓ દ્વારા અને ભ્રષ્ટાચારીઓ માટે સરકાર છે.

કર્ણાટકના શ્રૃંગેરીથી કોંગ્રેસના વિધાનસભ્ય ટીડી રાજગૌડાએ આ સપ્તાહના પ્રારંભમાં એ કહીને વિવાદ કર્યો છે કે તેઓ હજી પણ કામ કરાવવા માટે પૈસા આપે છે.  કેરે અને નેમ્મારુ ગ્રામ પંચાયત સીમા પર જનસંપર્ક કાર્યક્રમમાં બોલતાં કોંગ્રેસના વિધાનસભ્યએ લાંચ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જો સમયમર્યાદાની અંદર કામ થાય તો હું પૈસા આપું છું. લાંચ અને ટિપ આપવામાં અંતર છે. મલનાડમાં લોકો મિલનસાર છે ને તેમનું કામ સમય પર થઈ જાય તો ટિપ આપે છે.

તેમણે કહ્યું હતું કે અધિકારીઓને શ્રીમંત અને ગરીબની વચ્ચે ભેદભાવ નહીં કરવો જોઈએ. બધાએ ગરિમા બનાવી રાખવી જોઈએ અને એ ધ્યાન રાખવું જોઈએ કે ગરીબોની સાથે અન્યાય ના થાય.

#ATMSarkara ದಲ್ಲಿ ಕೆಲಸವಾಗಲು ಶಾಸಕರೂ ಲಂಚ ಕೊಡಬೇಕು. ಇದು ಸ್ವತಃ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕ ಟಿ. ಡಿ. ರಾಜೇಗೌಡರೇ ಒಪ್ಪಿಕೊಂಡಿರುವ ಸತ್ಯ.

ભાજપે રાજેગૌડાના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે વિધાનસભ્યએ ખુદ ભ્રષ્ટાચારનો સ્વીકાર કર્યો છે અને રાજેગૌડાને તરત કાઢી મૂકવાની માગ કરી હતી. વિધાનસભ્યોને પણ આમ ATM સરકારમાં કામ કરવા માટે લાંચ આપવી જોઈએ.

રાજેગૌડાએ પછીથી વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે તેમનું નિવેદન અધિકારીઓથી લોકોને પરેશાન ના કરવા અને લાંચ ના વસૂલવા સંદર્ભે હતું.