કંગના પર ટિપ્પણીને લઈને કોંગ્રેસે સુપ્રિયા શ્રીનેતની ટિકિટ કાપી

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશની મંડીથી ભાજપનાં ઉમેદવાર કંગના રણોત પર ટિપ્પણીને લઈને વિવાદોમાં ઘેરાયેલાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને એક વધુ ઝાટકો લાગ્યો છે. કોગ્રેસ પાર્ટીએ તેમની લોકસભાની ટિકિટ કાપી દીધાની આશંકા છે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જારી કરી હતી.

આ યાદીમાં પાર્ટીએ ઉત્તર પ્રદેશની મહારાજગંજ લોકસભા સીટથી ઉમેદવારની જાહેરાત કરી છે. જ્યાંથી 2019માં સુપ્રિયા શ્રીનેતે લોકસભાની ચૂંટણી લડી હતી. સુપ્રિયા એ ચૂંટણી ભાજપના ઉમેદવાર પંકજ ચૌધરીથી હારી ગઈ હતી. કોંગ્રેસે સુપ્રિયા શ્રીનેતની જગ્યાએ આ વખતે વીરેન્દ્ર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે, જે મહારાજગંજ જિલ્લાના ફરેન્દા વિધાનસભાથી હાલના વિધાનસભ્ય છે.

કોંગ્રેસનું આ લિસ્ટ એવા સમયે બહાર પડ્યું છે, જ્યારે સુપ્રિયા શ્રીનેત કંગના રણોત પર એક સોશિયલ મિડિયા પોસ્ટને લઈ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રિયાના ઇસ્ટાગ્રામ પેજ પર કંગના રણોતના ફોટાની સાથે એક પોસ્ટ કરવામાં આવી હતી, જેની કેપ્શનમાં લખ્યું હતું. શું ભાવ ચાલી રહ્યો છે મંડીમાં –કોઈ બતાવશે? ભાજપે મંડીમાં લોકસભામાં આ વખતે કંગના રણોતને ઉમેદવાર બનાવી છે.

આ પોસ્ટને લઈને જ્યારે સુપ્રિયા શ્રીનેતની ટીકા થઈ તો તેમણે તરત એના પર સ્પષ્ટીકરણ કર્યું હતું. સુપ્રિયાએ કહ્યું હતું કે તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટનું કેટલાય લોકોની પાસે એક્સેસ હોય છે અને એમાંથી એ ખોટી પોસ્ટ કરવામાં આવી છે. જી મને ખબર પડી મેં એ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. ચૂંટણી પંચે આ પોસ્ટ પર તેમને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.

આપણે આપણ પુત્રીઓને પૂર્વાગ્રહોનાં બંધનોથી મુક્ત કરવી જોઈએ.આપણે તેમના બોડી પાર્ટ્સની જિજ્ઞાસાથી માંડીને ઉપર ઊઠવું જોઈએ અને સેક્સ વર્કર્સ સાથે કોઈ પણ પ્રકારના દુર્વ્યવહાર અથવા અપમાન તરીકેના ઉપયોગથી બચવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.