નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શનના નિયમોમાં સુધારા કર્યા છે. સરકારે કેન્દ્રીય સિવિલ સેવા પેન્શન (CCS પેન્શન) નિયમ, 2021માં સંશોધન કર્યું છે, જેથી સરકારી મહિલા કર્મચારીઓને પતિની જગ્યાએ પોતાનાં યોગ્ય બાળકો અથવા બાળકોને પેન્શન માટે નોમિનેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે DOPPWએ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 2021માં એક સંશોધન કર્યું છે. એ સુધારો એ સ્થિતિઓમાં મદદ કરશે, જેમાં લગ્ન કલહ કે અન્ય કારણોસર છૂટાછેડાની કાર્યવાહી થાય છે અથવા ઘરેલુ હિંસાથી મહિલાઓની સુરક્ષા અધિનિયમ, દહેજ નિષેધ અધિનિયમ અથવા ભારતીય દંડ સંહિતા જેવા કાયદાઓ હેઠળ કેસ નોંધવામાં આવે છે.
નવા નિયમમાં ફેમિલી પેન્શન માટે જરૂરી શરતો
- DOP એન્ડ PW ના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મહિલા કર્મચારીના જીવિત રહેવા પર કોઈ સભ્ય નથી બચ્યા ચો ફેમિલી પેન્શન એના જીવિત પતિને અપાશે.
- જો તેનો પતિ કોઈ સગીર બાળક કે માનસિક પીડિત બાળકનો પાલક છે, તો એને ફેમિલી પેન્શન ત્યાં સુધી મળશે, જ્યાં સુધી તે તે બાળકનો પાલક બની રહેશે.
- ત્યાર બાદ એ બાળક વયસ્ક થઈ જાય અને ફેમિલી પેન્શન માટે પાત્ર હોય, તો એ પેન્શન સીધું એ બાળકને મળશે.
- આવા કેસોમાં મહિલા સરકારી કર્મચારી અથવા પેન્શનરનુ મૃત્યુ થવા પર એ બાળક વયસ્ક છે તો ફેમિલી પેન્શન પતિને બદલે બાળક કે બાળકોને મળશે.
- જોકે મહિલા કર્મચારીનું મૃત્યુ થવા પર બાળકને ફેમિલી પેન્શનના પાત્ર ના હોય તો, એના પતિને જીવંતપર્યંત પેન્શન મળશે અથવા એ બાજા લગ્ન ના કરી લે ત્યાં સુધી.