ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં જોડાશે

નવી દિલ્હીઃ ઝારખંડના ભૂતપૂર્વ CM ચંપાઈ સોરેને  30 ઓગસ્ટે ભાજપમાં સામેલ થશે, એમ આસામના CM હિમંત બિશ્વા સરમાએ જણાવ્યું હતું. તેમણે ગૃહપ્રધાન અમિત શાહની સાથે સોરેનની સાથે મુલાકાત કરી હતી, જેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો.

ભૂતપૂર્વ CM ચંપાઈ સોરેન છેલ્લા ઘણા દિવસોથી હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ (JMM) મોરચા સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 પહેલાં ચંપાઈ સોરેન સાથે હોવાનો  ભાજપને મોટો ફાયદો થઈ શકે છે.ચંપાઈ સોરેન સોમવારે ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમની સાથે આસામના CM હિમંતા બિશ્વા શર્મા પણ હાજર હતા. CM હિમંતાએ માહિતી આપી છે કે ઝારખંડના ભૂતપૂર્વ CM અને આપણા દેશના જાણીતા આદિવાસી નેતા ચંપeઈ સોરેન થોડા સમય પહેલાx કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. ચંપઈ 30 ઓગસ્ટે રાંચીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.  ચંપeઈ સોરેને તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે. અધૂરાં કામો પૂરા કરવા માટે તેમના માટે રાજકારણમાં રહેવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે તેઓ એક સપ્તાહમાં તેમના રાજકીય ભવિષ્ય અંગે નિર્ણય લેશે. ચંપાઈએ બે વિકલ્પો આપ્યા હતા – પ્રથમ, એક અલગ સંસ્થા સ્થાપવી અથવા જો અમને કોઈ ભાગીદાર મળે, તો અમે તેની સાથે જોડાઈશું.

હેમંત સોરેનની જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું.  જે પછી ચંપઈ સોરેનને ઝારખંડના નવા CM બનાવવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હેમંત સોરેનને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેથી આ પછી ચંપાઈ સોરેને રાજીનામું  આપ્યા બાદ હેમંત સોરેન ઝારખંડના CM બન્યા હતા.