નવી દિલ્હીઃ દિલ્હીમાં ખેડૂત સંગઠનોએ લોકસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર કેન્દ્ર સરકારને તાકાતનો પરચો બચાવ્યો હતો. કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતો તરફથી રાખવામાં આવેલી 13 માગોમાંથી 10 માગોને લીલી ઝંડી આપી દીધી છે. ખેડૂત નેતાઓની સાથે બે તબક્કાની વાતચીતમાં 10 માગોને સરકારે સોમવાર રાત્રે જ વાતચીતમાં લીલી ઝંડી આપી દીધી હતી. બાકી બચેલી ત્રણ માગો પર પણ આપસમાં ચર્ચા કરીને વિચાર કરવાનું આશ્વાસન ખેડૂતોને આપવામાં આવ્યું છે.
બીજી બાજુ, પંજાબના ખેડૂતોના દિલ્હી ચલોની વચ્ચે ઉત્તર પ્રદેશના ખેડૂત સંગઠનોએ પણ કમર કસી લીધી હતી. દિલ્હીમાં ખેડૂતોના જમાવડા હોવાની સંભાવના જોતાં સરકારે 12 માર્ચ સુધી કલમ 144 લાગુ કરી દીધી હતી. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડાએ રસ્તાઓ પર કોઈ પણ પ્રકારની રેલી અથવા જુલૂસ કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમણે રાજધાનીમાં ખેડૂત સંગઠનોના ઘૂસવાના અંદેશાને જોતાં ઠેકઠેકાણે સુરક્ષા દળોને તહેનાત કર્યા હતા.
BKUના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ચેતવણી આપી હતી કે જો ખેડૂતો પર એક પણ લાકડી ફટકારવામાં આવી તો આંદોલન હદથી વધુ વધી જશે. દેશ આઝાદ થયાં 90 વર્ષ લાગ્યાં હતાં. હવે આ દેશ આંદોલનથી જ બચશે. આ આંદોલનથી કોઈ અટકચાળું કર્યું તો આ આંદોલન વધી જશે. તો મોટા ઉદ્યોગપતિઓની અદ્રશ્ય સરકાર છે એ વાત નહીં કરે, એ બસ માત્ર આંદોલનનું જ સાંભળે છે.