પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના મુળશી તાલુકાના પિરંગુટ ગામ નજીક એમઆઈડીસી વિસ્તારમાં સેનિટાઈઝર બનાવતી SVS એક્વા ટેક્નોલોજીસ નામની એક કેમિકલ ફેક્ટરીમાં આજે સાંજે ભીષણ આગ લાગતાં 17 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે. મૃતકોમાં 15 મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. અગ્નિશામક દળના જવાનોએ ઘટનાસ્થળેથી અમુક જણને બચાવી લીધા છે.
આગ લાગી ત્યારે ફેક્ટરીમાં 37 કર્મચારીઓ હતા. તેઓ એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને માલનું પેકિંગ કરતા હતા. આગ લાગ્યા બાદ તેઓ રૂમમાંથી બહાર નીકળી શક્યાં નહોતાં.
