મુંબઈઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની આબકારી જકાત (એક્સાઈઝ ડ્યૂટી) ગઈ કાલે ઘટાડી દીધી. તેણે પેટ્રોલ પ્રતિ લીટર પરની ડ્યૂટી 8 રૂપિયા ઘટાડી દીધી છે અને ડિઝલ પ્રતિ લીટર પરની ડ્યૂટી 6 રૂપિયા ઘટાડી દીધી છે. ઓટો-ઈંધણના ભાવ ખૂબ વધી જતાં જનતા પરેશાન હતી. હવે એમને થોડીક રાહત થશે. એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાથી કેન્દ્ર સરકારને દર વર્ષે આશરે રૂ. એક લાખ કરોડની ખોટ જશે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યોની સરકારોએ પણ પેટ્રોલ, ઈંધણ પર તેના દ્વારા વસૂલ કરાતા વેલ્યૂ-એડેડ ટેક્સ (VAT)ને ઘટાડી દીધો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, કેરળ, કર્ણાટક સહિતના રાજ્યોની સરકારોએ વેટ ઘટાડી દીધો છે.
મુખ્ય શહેરોમાં પેટ્રોલનો પ્રતિ લીટર આજનો ભાવ (રૂપિયામાં)
અમદાવાદ –96.30
મુંબઈ- 111.35
નવી દિલ્હી – 96.72
કોલકાતા – 106.03
ચેન્નાઈ – 102.65
બેંગુલુર – 101.94
મુખ્ય શહેરોમાં ડિઝલનો પ્રતિ લીટર આજનો ભાવ (રૂપિયામાં)
અમદાવાદ – 92.43
મુંબઈ – 97.28
નવી દિલ્હી – 89.62
કોલકાતા – 92.76
ચેન્નાઈ – 94.24
બેંગલુરુ – 87.89