મુંબઈના નવા પોલીસ કમિશનર નિમાયા–સંજય પાંડે

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે આજે એક ગવર્મેન્ટ રિઝોલ્યૂશન (જીઆર) બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી સંજય પાંડેને મુંબઈના પોલીસ કમિશનરના હોદ્દા પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેઓ ભૂતપૂર્વ કાર્યવાહક ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે. જીઆરમાં જણાવાયું છે કે પાંડે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે મુંબઈના પોલીસ કમિશનરની જવાબદારી સંભાળી લેશે. હાલના પોલીસ કમિશનર હેમંત નગરાળેની મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશન (MSSC )ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

સંજય પાંડેની જગ્યાએ મહારાષ્ટ્રના ફૂલ-ટાઈમ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)નો હોદ્દો રજનીશ સેઠે ગઈ 19 ફેબ્રુઆરીએ સંભાળી લીધો હતો. ત્યારબાદ પાંડેને MSSCમાં ફરજ બજાવવાનું ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું હતું.