Sign in
  • Home
  • News
  • Features
  • Gallery
  • Variety
  • Video
  • Magazine
    • My account
    • Gujarati Print + e-magazine
    • Gujarati e-magazine subscription
    • Special Issue
    • Books
  • Subscription
  • Prabhat Na Pushpo Audio
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
  • Sign in / Join
  • Publications
  • Vaju Kotak Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
chitralekha
  • Home
  • News
  • Features
  • Gallery
  • Variety
  • Video
  • Magazine
    • My account
    • Gujarati Print + e-magazine
    • Gujarati e-magazine subscription
    • Special Issue
    • Books
  • Subscription
  • Prabhat Na Pushpo Audio
Home News National પોલિસીહોલ્ડર્સ, કર્મચારી LIC-IPOમાં કેટલું રોકાણ કરી શકે? જાણો…
  • News
  • National

પોલિસીહોલ્ડર્સ, કર્મચારી LIC-IPOમાં કેટલું રોકાણ કરી શકે? જાણો…

February 28, 2022
Share on Facebook
Tweet on Twitter








































































નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની LIC મૂડીબજારમાં પ્રવેશવા તૈયાર છે. કંપનીએ દેશના સૌથી મોટા IPO લાવવા માટે બજાર નિયામક સેબીની પાસે દસ્તાવેજ જમા કરી દીધા છે. આ ઇશ્યુનો 35 ટકા હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે, 10 ટકા હિસ્સો પોલિસીહોલ્ડર્સ માટે અને પાંચ ટકા કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવશે. LICના IPOનો રિટેલ ઇન્વેસ્ટર્સની સાથે-સાથે પોલિસીહોલ્ડર્સ અને કર્મચારીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

LICના 26 કરોડ પોલિસીહોલ્ડર્સ માટે 3.16 કરોડ શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે, પણ પોલિસીહોલ્ડર્સ એના માટે અરજી કરી શકે છે, જેનો પાન-કાર્ડ નંબર પોલિસીથી સંકળાયેલો હશે અને જેની પાસે ડીમેટ એકાઉન્ટ હશે. પોલિસી 13 ફેબ્રુઆરી, 2022એ અથવા એ પહેલાં જારી થવી જોઈએ. એ સાથે એને 28 ફેબ્રુઆરી સુધીમાં પોલિસી રેકોર્ડમાં પેન-કાર્ડ અપડેટ કરવો જરૂરી છે.

LICના ઇશ્યુમાં પોલિસીહોલ્ડર્સ મહત્તમ રૂ. ચાર લાખના શેરો માટે બોલી લગાવી શકશે. પોલિસીહોલ્ડર્સ કેટેગરીમાં રૂ. બે લાખ અને રિટેલ કેટેગરીમાં રૂ. બે લાખની બોલી લગાવી શકે છે. જો બંને અરજી એક જ ડીમેટ એકાઉન્ટથી કરી શકાશે. પોલિસીહોલ્ડર્સ માટે કોઈ લોક-ઇન પિરિયડ નહીં હોય અને એ લિસ્ટિંગના દિવસે જ શેર વેચી શકશે. આ પ્રકારે LICનો કર્મચારી મહત્તમ રૂ. છ લાખ સુધી બોલી લગાવી શકે છે. એ કર્મચારી કેટેગરી, પોલિસીહોલ્ડર કેટેગરી અને રિટેલ કેટેગરીમાં રૂ. બે-બે લાખનું મૂડીરોકાણ કરી શકે છે. જોઇન્ટ ડીમેટ એકાઉન્ટની સ્થિતિમાં LIC પોલિસીહોલ્ડર ત્યારે ક્વોટી બેનિફિટનો દાવો કરી શકે છે, જ્યારે તે પ્રાઇમરી ડીમેટ અકાઉન્ટહોલ્ડર હોય.

 

 

 








































































  • TAGS
  • Deemat Account
  • Employees
  • Investment
  • Lic
  • LIC IPO
  • Policyholders
  • SEBI
  • Stock market
SHARE
Facebook
Twitter
  • tweet
Previous articleમુંબઈના નવા પોલીસ કમિશનર નિમાયા–સંજય પાંડે
Next articleઆઇસી15 ઇન્ડેક્સમાં 1,803 પોઇન્ટનો ઘટાડો 
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

કોંગ્રેસી સાંસદનાં ત્યાં દરોડામાં રૂ. 225 કરોડ રોકડ મળી

કોરાનાના 180 નવા કેસો, એકનું મોત  

કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા રોષે ભરાયેલા ખેડૂતોનું ‘રસ્તા રોકો’ આંદોલન

Popular Posts

  • * એશિયા ચેમ્પિયનશિપમાં ACP જિતેન્દ્ર યાદવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
  • * ‘ફાઈટર’ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું; જોમ, જુસ્સો, હૃતિક-દીપિકાનાં રોમાન્સની ઝલક
  • * કોઈ પણ પુરાવા વગર મારી હકાલપટ્ટી કરવામાં આવી છેઃ મહુઆ મોઈત્રા
  • * પાંચ વર્ષોમાં કેનેડામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત
  • * કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા રોષે ભરાયેલા ખેડૂતોનું ‘રસ્તા રોકો’ આંદોલન

Recent Posts

  • ઇરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં આગઃ 14 વિદ્યાર્થીઓનાં મોત
  • કોંગ્રેસી સાંસદનાં ત્યાં દરોડામાં રૂ. 225 કરોડ રોકડ મળી
  • લક્ષ્મીજીનું આવાહન કરતી વખતે વિષ્ણુજીને પણ સાથે બોલાવો
  • તલત હતા ગઝલ ગાયકોના અઝીઝ
  • કોરાનાના 180 નવા કેસો, એકનું મોત  
© chitralekha 2023