આઇસી15 ઇન્ડેક્સમાં 1,803 પોઇન્ટનો ઘટાડો 

મુંબઈઃ યુક્રેનમાં યુદ્ધ ઊગ્ર બનતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન ફરી 38,000 ડૉલરની નજીક આવી ગયો હતો. રશિયન સૈન્ય યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહી હોવાનું ઉપગ્રહ પરથી પ્રાપ્ત ચિત્રોમાં જોવા મળે છે.

રવિવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અણુશસ્ત્રો સંબંધી લશ્કરને પણ તૈયાર રહેવાનું કહી દીધું તેને પગલે ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ સંજોગોમાં સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી બિટકોઇનનો ભાવ 38,300ની નજીક પહોંચી ગયો હતો. ઈથેરિયમમાં પણ 2,600ની સપાટી આવી ગઈ હતી. લગભગ બધા જ ઓલ્ટરનેટિવ કોઇન્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ટેરાના લ્યુના અને અવાલાંશ અનુક્રમે 2 ટકા અને 5 ટકા નીચે હતા. ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન 1.6 ટકા ઘટીને 1.73 ટ્રિલ્યન થઈ ગયું હતું.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલા વિશ્વના સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15માં સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ઇન્ટ્રાડે ધોરણે 4,566 પોઇન્ટનો ઉતારચડાવ થયા બાદ ઇન્ડેક્સ 3.16 ટકા (1,803 પોઇન્ટ) ઘટીને 55,239 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 57,042 ખૂલીને 58,166 સુધીની ઉંચી અને 53,600 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
57,042 પોઇન્ટ 58,166 પોઇન્ટ 53,600 પોઇન્ટ 55,239

પોઇન્ટ

ડેટાનો સમયઃ 28-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)