યુક્રેન ક્રાઇસિસને લીધે સોના, ચાંદીની કિંમતોમાં મોટો ઉછાળો

રોઇટર્સઃ રશિયા-યુક્રેન ક્રાઇસિસમાં આવેલા નવા વળાંકને કારણે ભારતીય સોના-ચાંદી બજારમાં સોનાની અને ચાંદીની કિંમતો ઉછાળો આવ્યો હતો. MCX પર ગોલ્ડ ફ્યુચર્સ 1.5 ટકા વધીને પ્રતિ 10 ગ્રામ 50,990 બોલાતું હતું, જ્યારે ચાંદી કિલોદીઠ 1.5 ટકો વધીને 65,869એ પહોંચી હતી. પશ્ચિમી દેશો દ્વારા યુક્રેન પર હુમલા કરવા માટે રશિયા પર કડક પ્રતિબંધ લગાવ્યા પછી વૈશ્વિક બજારોમાં સોનાની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો. આ મહિને સોની કિંમતો પ્રતિ ઔંસ એક ટકો વધીને 1909.89 ડોલર થઈ ગઈ છે, જે આ મહિને અત્યાર સુધીમાં છ ટકાનો વધારો થયો છે. બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિને દેશનાં પરમાણુ દળોને હાઇ એલર્ટ પર રાખ્યા છે.

સોનાનો ઉપયોગ ફુગાવા સામે હેજ કરવામાં અને રાજકીય અનિશ્ચિતતાના સમયે નાણાં એકઠાં કરવા માટે થાય છે. અમેરિકા અને યુરોપ શનિવારે રશિયન બેન્કોને વૈશ્વિક ચુકવણી સિસ્ટમમાંથી સ્વિફ્ટને દૂર કરી હતી. જે રશિયા સામે લદાયેલા આર્થિક પ્રતિબંધોમાંનો સૌથી એક પ્રતિબંધ છે. જેથી રશિયન કેન્દ્રીય બેન્કોએ ઘોષણા કરી હતી કે એ ઘરેલુ કીમતી મેટલ બજારમાં સોનાની ફરીથી ખરીદી શરૂ કરશે. રશિયાનું આ પગલું મોનિટરી ઓથોરિટી અને અનેક દેશોની વેપારી બેન્કોએ પ્રતિબંધો લાદ્યા પછી આવ્યું છે.

હાલમાં સોનાની કિંમતોને આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બદલાતા પ્રવાહોથી ટેકો મળી રહે છે. વળી, સોનાની કિંમતો એક વર્ષથી વધુ સમયથી જિયોપોલિટેકલ ટેન્શનને કારણે ઊંચી રહે છે.