હર્ષવર્ધન રાણેની ફિલ્મ ‘સનમ તેરી કસમ’ની સિક્વલ બનશે

મુંબઈઃ બોલીવૂડ એક્ટર હર્ષવર્ધન રાણે છ વર્ષ પછી તેની રોમેન્ટિક ફિલ્મ ‘સનમ તેરી કસમ’ની સિક્વલ કરવા માટે તૈયાર છે. હર્ષવર્ધને ઇન્સ્ટાગ્રામ તેના ફેન્સને તેના આગામી પ્રોજેક્ટ માટે માહિતગાર કર્યા હતા. તેણે લખ્યું હતું કે 2022માં ‘સનમ તેરી કસમ 2’. હર્ષવર્ધને આ ફિલ્મની પુષ્ટિ કરી હતી, તેના ફેન્સે એ માટે ખુશી વ્યક્ત કરી હતી.

એક સોશિયલ મિડિયા યુઝર્સે ટિપ્પણી કરી હતી કે આ સૌથી સારા ન્યૂઝ છે તો બીજાએ લખ્યું હતું કે અમે વર્ષોથી આ ન્યૂઝની રાહ જોઈ રહ્યા હતા. ‘સનમ તેરી કસમ’માં રાધિકા રાવ અને વિનય સપ્રુ હતા. એમાં માવરા હોકેન પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ વર્ષના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ‘સનમ તેરી કસમ’ની સિક્વલ રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને દિલ્હીનાં લોકેશન પર થશે.

આ ન્યૂઝની પુષ્ટિ કરતાં વિનયે જણાવ્યું હતું કે અમે બહુ ખુશ છીએ કે અમે એના માટે એક વાર્તા તૈયાર કરી શક્યા. ફિલ્મ વિશે વાત કરતાં વિનયે જણાવ્યું હતું કે માવરાના કેરેક્ટરની પહેલી આઉટિંગમાં ડેથ પછી હર્ષવર્ધન રાણેના કેરેક્ટરનું શું થાય છે. આ બાબતથી ફિલ્મો એકબીજાથી જોડાયેલી છે. અમે ઘણા પ્રોત્સાહિત છીએ. અમે આ વિશે વધુ વિચારી રહ્યા હતા કે આ ફિલ્મમાં સિક્વલમાં આગળ લઈ જવા માટે અમે શું કરી શકીએ છીએ. અમને આ મુકામે પહોંચતા છ વર્ષ લાગ્યાં.