વિદ્યા-શેફાલીની ‘જલસા’નું ફર્સ્ટ લૂક રિલીઝ કરાયું

મુંબઈઃ વિદ્યા બાલન અને શેફાલી શાહ અભિનીત જલસા ફિલ્મનો પ્રીમિયર શો 18 માર્ચે OTT પ્લેટફોર્મ – એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ કરાશે. નિર્માતાઓએ આજે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં વિદ્યા અને શેફાલી જોઈ શકાય છે.

સુરેશ ત્રિવેણી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સોશિયલ ડ્રામા થ્રિલર છે. વિદ્યા એમાં પત્રકાર બની છે જ્યારે શેફાલી રસોઈયણનાં રોલમાં છે. પોસ્ટર ઘણું કહી જાય છે. વિદ્યાનાં ચહેરા પર હળવું સ્મિત છે તો બેકગ્રાઉન્ડ તસવીરમાં એ ગભરાયેલી દેખાય છે. એવી જ રીતે, શેફાલી એક ચહેરામાં હસતી દેખાય છે તો બેકગ્રાઉન્ડમાં એનો ગુસ્સાવાળું સ્વરૂપ છે. ફિલ્મમાં વિદ્યા અને શેફાલી ઉપરાંત માનવ કૌલ, રોહિણી હટંગડી, ઈકબાલ ખાન જેવા અન્ય કલાકારો પણ છે.