મુંબઈઃ સાહિત્યિક સાંજ તરીકે ઓળખાતા “ઝરૂખો” કાર્યક્રમમાં 4 માર્ચ, શનિવારના રોજ સાંજે 7.15 વાગે આગામી ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે ‘સ્ત્રી: ગઈ કાલ અને આજ’ વિષય સાથે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે . લેખિકા ચિરંતના ભટ્ટ ‘નારી ચેતનાના વૈશ્વિક પ્રવાહો’ વિષે વાત કરશે. ‘વાચા’ નામની સંસ્થા યુવતીઓ તથા સ્ત્રીઓને લગતા સામાજિક તથા અન્ય મુદ્દાઓ માટે વર્ષોથી કાર્ય કરે છે. તેનાં યજ્ઞા પરમાર ‘વાચા’ની પ્રવૃત્તિA તથા જેમનું થોડા સમય અગાઉ અવસાન થયું છે તે લેખિકા તથા કાર્યકર્તા સોનલ શુક્લનાં યોગદાન વિષે વાત કરશે. નાટ્ય કલાકાર પ્રીતા પંડયા, દીપક મહેતા લિખિત, નવલકથાકાર પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ની નાયિકા જીવીની એકોક્તિનું વાચિક્મ કરશે.
સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) ખાતે યોજાનાર આ કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે.