મુંબઈઃ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ કંપનીએ મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન યોજના માટે મુંબઈમાં બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતે ભૂગર્ભ સ્ટેશન તથા બોગદાં બાંધવા માટે ટેન્ડર પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળ સ્થપાયેલી નવી સરકારે બુલેટ ટ્રેન યોજના માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી તમામ મંજૂરીઓ આપી દીધી છે.
