મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ફરી વધી રહ્યા હોવાથી રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને વિનંતી કરી છે કે તેઓ માસ્ક પહેરે. ઠાકરેએ એમના પ્રધાનમંડળની બેઠક મારફત નાગરિકોને આ વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે મોઢા પર માસ્ક પહેરવાનું રાજ્યમાં ફરજિયાત બનાવ્યું છે.
