ટુ-વ્હીલર્સ પર પાછળ-બેસનારાઓ માટે હેલ્મેટ ફરજિયાત થશે

મુંબઈઃ મુંબઈ ટ્રાફિક પોલીસે એક સર્ક્યૂલર દ્વારા જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં જ શહેરના રસ્તાઓ પર ટુ-વ્હીલર્સ ચલાવનાર અને ચાલકની પાછળ બેસનાર વ્યક્તિ, એમ બંને માટે પણ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવશે. આજથી પંદર દિવસ બાદ ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેર્યા વગર ટુ-વ્હીલર ચલાવનાર અને તેની પાછળ બેસનાર સામે પગલાં લેવાનું શરૂ કરશે.

સર્ક્યૂલરમાં જણાવાયું છે કે જે વાહનચાલક આ ઓર્ડરનું ઉલ્લંઘન કરશે એને રૂ. 500નો દંડ ફટકારવામાં આવશે અને એનું લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]