મિરા-ભાયંદર મહાનગરપાલિકા નાગરિકો પર નાખશે 10% રોડ-ટેક્સ

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના મિરા રોડ અને ભાયંદર શહેરોના સંયુક્ત મહાનગરપાલિકા વહીવટીતંત્રએ 2023ની સાલથી નાગરિકો પર 10 ટકા રોડ-ટેક્સ નાખવાનું નક્કી કર્યું છે. મિરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC)માં ભાજપનું પાંચ વર્ષનું શાસન ગયા ઓગસ્ટમાં પૂરું થઈ ગયું છે. મહાપાલિકાના એડમિનિસ્ટ્રેટર તરીકે કમિશનર દિલીપ ઢોલેએ ઠરાવ પાસ કર્યો છે જે અનુસાર, 1 એપ્રિલ, 2023થી નાગરિકો પાસેથી રોડ-ટેક્સ તરીકે નવો વેરો વસૂલ કરવામાં આવશે.

આ જોડિયા-શહેરોમાં 2019ની સાલથી તમામ મોટા રસ્તાઓનું સીમેન્ટ કોંક્રીટીકરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. એ માટે રૂ. 1,150 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.