મુંબઈઃ મહારાષ્ટ્ર કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ સ્થિર રીતે વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે રોગચાળાનો ફેલાવો રોકવા માટે સરકાર કડક નિયમો સાથે ફરી લોકડાઉન લાગુ કરશે.
આ સંભાવના અને રહેવાસીઓની અટકળો વચ્ચે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ નિવેદન કરીને ગૂંચવણ દૂરી કરી દીધી છે. એમણે કહ્યું છે કે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાની સંભાવના હાલ સરકારની ચર્ચાવિચારણામાં નથી. સરકાર કોરોનાના પોઝિટીવ કેસનો દર, હોસ્પિટલોમાં પથારીઓની ઉપલબ્ધતા અને ઓક્સિજનના વપરાશની બાબતોને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગુ કરવા વિશે નિર્ણય લેશે.