મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગડ, પાલઘર, નાશિક, પુણે, સતારા અને રત્નાગિરી જિલ્લાઓ માટે વરસાદ અંગે ‘ઓરેન્જ એલર્ટ’ ઘોષિત કર્યું છે.
વિભાગે આગાહી કરી છે કે 9 સપ્ટેમ્બર સુધી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે વરસાદની તીવ્રતા વધી શકે છે.
