ભયના અભાવને કારણે મહારાષ્ટ્રમાં કોરોના-કેસ વધ્યાઃ કેન્દ્ર

મુંબઈઃ કેન્દ્રીય નિષ્ણાતોની એક ટૂકડીએ હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યની મુલાકાત લીધી હતી. ત્યાંનો અભ્યાસ કર્યા બાદ એમણે કહ્યું છે કે રાજ્યના લોકોમાં કોરોના વાઈરસ રોગચાળાના ભયનો અભાવ હોવાને કારણે કોરોનાના કેસ ફરી વધી ગયા છે. ભયનો આ અભાવ તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ તથા જાહેર પરિવહન સેવાઓમાં લોકોની ગીરદી કારણરૂપ છે.

ત્રણ સભ્યોની ટીમની આગેવાની કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ નિપુણ વિનાયકે લીધી હતી. મહારાષ્ટ્રમાં કોરોના કેસો ફરી કઈ રીતે વધી ગયા એ સમજવા માટે આ નિષ્ણાતોએ ગઈ 1-2 માર્ચે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. ટીમે મહારાષ્ટ્ર સરકારને અમુક સલાહ આપી છે કે તે કોરોના-ચેપગ્રસ્ત લોકોને શોધી કાઢવા, એમનું ટેસ્ટિંગ કરવાનું ચાલુ જ રાખે તેમજ અન્ય નિયમોનું કડક રીતે પાલન કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]