‘ગુજકોસ્ટ’ દ્વારા ‘મહિલા દિવસ’ની ઉજવણી નિમિત્તે વેબિનાર

અમદાવાદઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત કામગીરી બજાવતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 8 માર્ચના સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. માનવજાતની સેવા બજાવવા માટે તબીબી સારવારો અને રસીઓનું નિર્માણ કરવા મહિલા વિજ્ઞાનીઓ ફિઝિક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, મેડિસીન તથા અન્ય વૈજ્ઞાનિક અને એન્જીનિયરિંગ કેળવણીનો કઈ રીતે ઉપયોગ કરે છે એ કન્યાઓને શીખડાવવા તેમજ સમાજ તથા રાષ્ટ્રની સેવા બજાવવા માટે કન્યાઓ અને મહિલાઓમાં વૈજ્ઞાનિક જાગૃતિ જગાડવાનો આ વેબિનારનો હેતુ છે. વેબિનારનો વિષય છેઃ ‘વિજ્ઞાનની મદદથી જીવન બચાવીએ.’

વેબિનારનો સમય છે સવારે 11થી બપોરે 12.30 સુધી. આ કાર્યક્રમમાં ડો. રશ્મી શર્મા, ડો. આર.કે. ગજ્જર, ડો. જાગૃતિ પ્રજાપતિ, ડો. પ્રિયંકા શર્મા, ડો. પૂજા આહુજા સહિત અનેક નામાંકિત મહિલા આગેવાનો તથા માર્ગદર્શકો ભાગ લેશે. આ કાર્યક્રમનું યૂટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ગુજકોસ્ટની મહિલા સભ્યો મોડરેટર તરીકે સેવા બજાવશે. કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી માટે પણ સમય ફાળવવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]