વરસાદનું વિકરાળ સ્વરુપ, મહાલક્ષ્મી એક્સપ્રેસમાં 700 લોકો ફસાયાં

મુંબઈઃ મુંબઈમાં અત્યારે વરસાદે પોતાનું જોર બતાવ્યું છે. દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈના અનેક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો મુંબઈ-કોલ્હાપુરની વચ્ચે દોડતી મહાલક્ષ્મી એક્સપ્રેસ છેલ્લા 11 કલાકથી બદલાપુર અને વાનગી રુટ વચ્ચે પાણીમાં ફસાઈ ગઈ છે.

મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશનો વચ્ચે પાણીથી ભરેલા ટ્રેક પર ફસાઈ ગઈ છે. તેમાં ફસાયેલા 700 જેટલા મુસાફરોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. અત્યાર  સુધી રેલવે પ્રોટેક્શન ફોર્સ અને નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને બિસ્કિટ, પાણી જેવી જરૂરી સામગ્રીઓ આપી રહી છે. તેમ જ આ લખાય છે ત્યાં સુધીમાં 500 લોકોનું રેસ્કયૂ કર્યું છે.જેમાં 9 ગર્ભવતી મહિલાઓ પણ છે.

ટ્રેન રોકાવાના કારણે તેમાં પ્રવાસ કરી રહેલા લગભગ 700 પેસેન્જર ફસાઈ ગયા છે. એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટ્રેનમાં ફસાયેલા પેસેન્જરોને બિસ્કિટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા 700 પેસેન્જરો પૈકી 500ને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરે રેસ્ક્યૂ ટીમને તાત્કાલીક જઈને ત્યાં ફસાયેલા સાતસો લોકોને બહાર કાઢવાના નિર્દેશ આપ્યા છે. ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત નેવી અને એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. નેવીએ પેસેન્જરોને બચવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે.

મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા 700 પેસેન્જરોનું રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ, મુંબઈના રહેવાસીઓ માટે ભારે વરસાદ ફરી એકવાર મોટી સમસ્યાનું કારણ બની ગયું છે. છેલ્લા ઘણા કલાકોથી સતત પડી રહેલા વરસાદે મુંબઈના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈના હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં મુંબઈના પરા વિસ્તારોમાં 150થી 180 મિમિ વરસાદ પડ્યો છે અને શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે રાજ્યમાં હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા બે કલાકથી રાજ્યમાં  ભારે વરસાદના કારણે લગભગ તમામ ફ્લાઈટ સરેરાશ અડધો કલાક લેટ છે. 7 ફ્લાઈટ કેન્સલ કરાઈ છે. જ્યારે 8 ફ્લાઈટ છેલ્લી ઘડીએ લેન્ડિંગ કેન્સલ થયા બાદ ફરીથી લેન્ડ થઈ શકી અને 9 ફ્લાઈટના રૂટ ડાઈવર્ટ કરાયા છે. 

આ અગાઉ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સ્થિત રાજ્ય હવામાન ખાતાએ શુક્રવારે થાણા અને પુણેમાં ઓરેન્જ એલર્ટ બહાર પાડી છે. તે અગાઉ 26 અને 28 જુલાઈના રોજ પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે. અત્રે જણાવવાનું કે હવામાનની વિભિન્ન સ્થિતિઓ માટે રેડથી લઈને ઓરેન્જ સુધીની અલગ અલગ એલર્ટ બહાર પાડવામાં આવે છે. જેમાં ઓરેન્જ એલર્ટ અધિકારીઓને ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનું સિગ્નલ હોય છે. 

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મંગળવારે અડધી રાત બાદથી રાજ્યમાં હવામાન ફરીએકવાર એક્ટિવ થયું છે. ભારતે વરસાદના  કારણે રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પુરની સંભાવના છે. આ ઉપરાંત જૂની અને જર્જરિત ઈમારતોને નુકસાન થવાની પણ શક્યતા છે. વરસાદથી રેલ સેવાઓ પણ ખરાબ રીતે પ્રભાવિત  થઈ છે. મુંબઈ લોકલની સેન્ટ્રલ લાઈન પર આવેલા બદલાપુર રેલવે સ્ટેશનના રેલવે ટ્રેક વરસાદના પાણીમાં ડૂબી ગયા છે.