અમદાવાદ: MICAના સેન્ટર ફોર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન (CDMC) ખાતે તાજેતરમાં બિહાર સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગના નવા નિમાયેલા અધિકારીઓ માટે ‘ઈફેક્ટિવ કોમ્યુનિકેશન એન્ડ મીડિયા મેનેજમેન્ટ’ પર પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બિહાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (BIPARD) અને MICAના CDMC વિભાગે સાથે મળીને પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 27 નવા નિમાયેલા અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ 27 અધિકારીઓ BIPARDના બીજા ફાઉન્ડેશન કોર્સનો ભાગ છે.CDMCના પ્રો. મનીષા પાઠક શેલત અને પ્રો. રુચિ તિવારીએ તાલીમ કાર્યક્રમ વિશે જણાવ્યું કે, “અમને કેરળ, પંજાબ,ઓડિશા, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને, ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્ય સરકારો માટે પસંદગીનું કેન્દ્ર બનવાનો આનંદ છે. CDMC દ્વારા ડિઝાઇન કરાયેલ દરેક કેપેસિટી બિલ્ડિંગ સેશન સાથે અમારી ક્ષમતા અને આત્મવિશ્વાસ વધે છે. પરિણામે અમે અમારા હાલના પાર્ટનર રાજ્યોને વિષયોની વધુ ઊંડી અને નવીનત્તમ માહિતી આપી શકીએ છીએ.પાંચ-દિવસીય કાર્યક્રમમાં ઈમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ક્રિટિકલ થિંકીંગ, ઓડિયન્સ સેન્ટ્રીસીટી એન્ડ મીડિયા મેનેજમેન્ટ, કન્વર્ટ ઈન્ફોર્મેશન ટુ કોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ દ્વ્રારા સોશિયલ મીડિયા અને ટ્રેડિશનલ ચેનલ્સ જેવાં વિષયોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલાં બિહાર સરકારના અધિકારીઓએ રાજ્ય સરકારના માહિતી વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
નૂપુર ઝા કે જેઓ બિહાર સરકારના સામાન્ય વહીવટી વિભાગમાં મદદનીશ નિયામક – પબ્લિક રિલેશન્સ છે તેમણે પોતાનો અનુભવને શેર કરતા કહ્યું હતું કે, “આજ-કાલ મીડિયા બહુ જ ડાયનેમિક થઈ ગયું છે. રોજેરોજની પોસ્ટ માટેની પણ સ્ટ્રેટજી બનાવવી પડે છે. મીડિયામાં ઠલવાતા કેન્ટેન્ટમાં નવું શું છે, જૂનું શું છે, સાચું શું છે, ખોટું શું છે, શું ધ્યાન ખેંચશે અને કઈ પોસ્ટ કરવાથી જૂની વસ્તુ રિકોલ થશે તે જાણવું જરૂરી છે. MICA એ એક એવી જગ્યા છે જ્યાં અમે શીખ્યા કે વાસ્તવિક સંચાર દૃશ્યોમાં સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે થાય છે. આ તાલીમથી અમને મીડિયાના નવા માધ્યમો, પરંપરાગત માધ્યમો અને કમ્યુનિકેશન ઈન જનરલ વિષય વિશે જાણવા મળ્યું.”
વિનીત કુમાર સિંહા કે જેઓ બિહાર સરકારના ગૃહ વિભાગમાં મદદનીશ નિયામક કમ જિલ્લા જનસંપર્ક અધિકારી છે તેમણે જણાવ્યું કે, “હાલના સમયમાં આપણે સૌ બ્રાન્ડિંગ અને ન્યૂ મીડિયાના મહત્વને નકારી શકતા નથી. MICA દ્વારા આયોજિત પાંચ-દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમે બ્રાન્ડિંગ ટેક્નિક, મીડિયા મેનેજમેન્ટ અને નવા મીડિયાના વપરાશ વિશેના ઝીણા પાસાઓ શીખવામાં મદદ કરી.”