અમદાવાદ: નેશનલ ઈલેક્શન વોચ, માહિતી આધિકાર દ્રારા એક પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પર્ધકે ‘મારો મત મારો દેશ’ વિષય પર એકથી દોઢ મીનિટનો વીડિયો બનાવવીને matdarjagruti@gmail.com પર અપલોડ કરવાનો છે. આવેલી એન્ટ્રીસમાંથી ત્રણ વિજેતા પસંદ કરવામાં આવશે.
પ્રથમ વિજેતાને પાંચ હજાર, દ્વિતીય વિજેતાને ત્રણ હજાર અને તૃતીય વિજેતાને બે હજાર રૂપિયા આપવામાં આવશે. વીડિયોમાં મત આપવા જવું તે દરેક મતદારની ફરજ છે. મતદારો થકી લોકશાહી મજબૂત બને અને આપણો દેશ મજબૂત બને, ચૂંટણી પ્રક્રિયાને સ્વચ્છ બનાવવા માટે આપણે જાગૃત મતદાર બનીએ જેવાં મુદ્દાઓ પર વાત કરવાની છે.
એન્ટ્રી મોકલવાના નિયમોની જો વાત કરવામાં આવે તો વીડિયોમાં ‘મારો મત મારો દેશ’ પંચલાઈન આવવી જોઈએ. ક્રેડિટ લાઈનમાં આયોજકોનું નામ હોવા જોઈએ. સૌથી સારો વીડિયોને ADRના ‘મારો મત મારો દેશ’ ઝુંબેશના વીડિયો બનશે. આ ઉપરાંત તમામ સ્વીકારવામાં આવેલ એન્ટ્રીને સર્ટિફિકેટ આપવામાં આવશે.