SP યુપીમાં કોંગ્રેસને કેટલી સીટો આપશે? અખિલેશ યાદવે કરી મોટી જાહેરાત

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 11 બેઠકો આપવાની જાહેરાત કરી છે. અખિલેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું ‘INDIA’ની ટીમ અને ‘PDA’ની રણનીતિ ઈતિહાસ બદલી નાખશે.

યુપીમાં સપા અને આરએલડીનું ગઠબંધન

હાલમાં જ યુપીમાં સપા અને આરએલડી વચ્ચે ગઠબંધન થયું હતું. આરએલડી યુપીમાં 7 સીટો પર ચૂંટણી લડશે. સપા અને આરએલડી વચ્ચે જે સાત બેઠકો પર સમજૂતી થઈ છે તેમાં મેરઠ, કૈરાના, મુઝફ્ફરનગર, બાગપત, મથુરા અને હાથરસ મુખ્ય છે. આરએલડીને બિજનૌર અને અમરોહામાંથી વધુ એક સીટ મળી શકે છે.

આ વખતે બિજનૌરથી કોંગ્રેસમાં સામેલ થયેલા ઈમરાન મસૂદ ચૂંટણી લડી શકે છે, તેથી આ બેઠક પર નિર્ણય પછીથી લેવામાં આવે તેવી શક્યતા છે. એક-બે બેઠકો પર ફેરબદલની શક્યતા છે. કોંગ્રેસ અને સપાની બેઠક બાદ બેઠકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હવે અખિલેશે મોટી જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસ સાથે 11 સીટો પર વાતચીત ફાઈનલ થઈ ગઈ છે.